હાશ..આખરે ૨ થી વધુ મહિનાથી બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ

મીડિયાના અહેવાલ ની અસર – આખરે તંત્ર એ કામગીરી કરી ખરી

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેર બાયપાસ વિસ્તાર પાસે આવેલ સરા ચોકડી થી સરા તરફ જવાના રસ્તા પર અંદાજિત ૧૫થી વધુ સોસાયટી આવેલી હોય જ્યાં રોડ-રસ્તાઓ નવા બનતાની સાથે જ સ્ટ્રીટ લાઈટ ની કામગીરી ગોકળગતિએ તંત્ર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સ્ટ્રીટલાઇટના નાખ્યા બાદ તરત તો જાણે ચાલુ કરવાનું જ ભૂલી ગઈ હોય તેમ બે થી વધુ મહિનાથી આ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હતી અનેક વખત મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા તેમ છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય તેવી રીતે તંત્ર કોઇ નક્કર કામગીરી કરતી ન હતી આખરે આજે તંત્રને કામગીરી કરવાની ફરજ પડી

અનેક વખત અહેવાલ બાદ આ નિંભર તંત્રના અધિકારીઓ તેમજ નેતાઓ ને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી લોકોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો

છેલ્લા ઘણા સમયથી આ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હતી મીડિયામાં વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થતા આજે અમને અંજવાળું મળ્યું અમે મીડિયા આભારી છીએ – સાગર સંઘવી