મોરબીના આંબાવાડી કલસ્ટરની શાળાઓમાં પ્રવેશોત્સવની ગરીમામયી ઉજવણી

વજેપરવાડી-શક્ત શનાળા અને રાજપર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નમૂનેદાર આયોજન

શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પર્યાવરણની જાળવણી માટે વૃક્ષા રોપણ પણ કરાયું

મોરબી જિલ્લામાં સમગ્ર ગુજરાતની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ દિવસે આંબાવાડી ક્લસ્ટરની શાળા વજેપરવાડી-શક્ત શનાળા કુમાર શાળા,કન્યા શાળા,પ્લોટ શાળા અને રાજપર તાલુકા શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે દાતાઓ તરફથી શાળાના દરેક વિદ્યાર્થીઓ શૈક્ષણિક કીટ તેમજ પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર એન.એમ.એમ.એસ.પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનારને ઇનામ તેમજ દાતાઓને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા

સી.આર.સી માંથી ત્રણ શિક્ષકો વિજયભાઈ દલસાણીયા સભારાવાડી પ્રા.શાળા.ચિત્રકૂટ એવોર્ડ પ્રાપ્ત કરનાર તેમજ હર્ષદભાઈ મારવણીયા શક્ત શનાળા પ્લોટ શાળા અને દિનેશભાઈ ભેંસદડીયા રાજપર તાલુકા શાળા જેમને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે તેનું સી.આર.સી. વતી સાલ ઓઢાડી, સન્માન પત્ર અદકેરું સન્માન કરાયું હતું, પ્રવેશોત્સવ રૂટમાં જી.એચ. રૂપાપરા સીટી મામલતદાર દિનેશભાઈ ગરચર ટીપીઈઓ તથા નાયબ ડીપીઈઓ, બી.એમ.સોલંકી ડીપીઓ અને ડીઈઓ,દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તેમજ જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત મોરબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રાજપર તાલુકા શાળા રૂટની છેલ્લી શાળા હોય સી.આર.સી. માં સમાવિષ્ટ તમામ શાળાના આચાર્યો તેમજ એસ.એમ.સી. ના સભ્યો સાથે બેઠક કરી ક્લસ્ટર રીવ્યુ કરવામાં આવ્યો હતો.સમગ્ર શાળા પરિવાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવામાં ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.