નવા જીવાપર પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો 

નવા જીવાપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે વૃક્ષારોપણ સાથે બાળ વિદ્યાર્થીઓની પુસ્તકોનું વિતરણ કરી શિક્ષણના શબ્દોનું જ્ઞાન અપાયું

(આરીફ દિવાન દ્વારા) મોરબી: હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં વિવિધ સરકારી શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે જેમાં આઝાદીકા અમૃતની સાથે સાથે વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે યોજાઇ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાના નવાજીવાપર (અમરોણ) મોરબી તાલુકાના નવા જીવાપર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરાઇ હતી

જેમાં શાળાના આચાર્ય બીપીનભાઈ બાલાસરા ના માર્ગદર્શન થી સર્વે શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને શબ્દના જ્ઞાન સાથે સાથે આવનાર સમયમાં પરિપક્વ બની પોતાનું અને પોતાના પરિવારનું આજનો વિદ્યાર્થી કાલનું દેશનું ભાવિ બને તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમને સ્વરૂપે દીપ પ્રગટ્યા સાથે શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે જય ગણેશ કરવામાં આવ્યા તેમાં શાળાના આચાર્ય બીપીનભાઈ તેમજ શિક્ષક ખોડીદાસ ચૌહાણ. વિજયભાઈ ફેફર સહિત સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મનનભાઈ બુદ્ધ દેવ તેમજ સી.આર.સી. રોહિતભાઈ હાજરી આપી હતી જે સમગ્ર કાર્યક્રમ ની તસ્વીરમાં નજરે પડે છે