શ્રી માણેકવાડા પ્રા.શાળા તથા શ્રી મોટીવાવડી પ્રા.શાળાના સયુંકત ઉપક્રમે પ્રવેશોત્સવ ઉજવાયો 

શ્રી માણેકવાડા પ્રા.શાળા તથા શ્રી મોટીવાવડી પ્રા.શાળાના સયુંકત ઉપક્રમે તા.24 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરેલ. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આઝાદી કા અમૃત મહોત્સવ પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ એલ.ઈ. કોલેજ ના પ્રોફેસર ડો.રમેશભાઈ ડામોર તથા માણેકવાડા ગામના સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા અને ઉપસરપંચ કેશવજીભાઈ ચનીયારા તથા ધનજીભાઈ દંતાલિયા(ભાજપ અગ્રણી),બચુભાઈ અમૃતિયા(ભાજપ અગ્રણી) સી.આર.સી કો ઓર્ડીનેટર બાબુભાઈ દેલાવાડિયા ઉપસ્થિત રહી ધોરણ -1 માં પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડી માં પ્રવેશ મેળવનાર ભૂલકાઓ ને પ્રવેશ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળા માં ધોરણ -3 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરેલ.

તેમજ NMMS પરીક્ષામાં મેરીટમાં આવેલ વિધાર્થી કલ્પેશ ચાવડા અને જવાહર નવોદય વિધાલય પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થી ભરત ચૌહાણને આ પ્રસંગે ઇનામના કાયમી દાતા રતીભાઈ દેત્રોજા દ્વારા શાળા ના બાળકોને શૈક્ષણિક કિટની ભેટ તથા દાતા મહાદેવભાઈ ચનીયારા દ્વારા શાળાને LED SMART TV નંગ- 2 ની ભેટ તેમજ પ્રસંગે શાળાના તમામ બાળકોને નોટબુક અને ફુલસ્કેપ બૂકની ભેટ આપવામાં આવી તથા દાતાશ્રી અને સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા તિથિ ભોજન સાથે ક્રીમ લચ્છી પીરસવામાં આવી હતી,  પરેશભાઇ દેત્રોજા (GEB) દ્વારા કાર્યક્રમ હેતુ આર્થિક સહયોગ સાંપડયો હતો.

આ તકે શાળા પરીવાર દ્વારા મહેમાનોના વરદ હસ્તે સર્વે દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે આદરણીય દુર્લભજીભાઈ દેથરીયા અને ડો.રમેશભાઈ ડામોર સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ શાળા ના બાળકો દ્વારા ઉપસ્થિત મહેમાનો અને દાતાઓ નું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ .
કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત મહેમાનોનો આભાર પ્રગટ કરવામાં આવ્યો. કાર્યક્રમ પૂર્ણ થયે મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

શાળાના આ કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઉર્વશી ચાવડા અને ભરત ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળાના શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી.