સુંદરગઢ પાસે પેપરમિલના દુષિત પાણી સામે ખેડૂતો અને માલધારીઓએ લાલઆંખ કરી

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ પાસે પેપરમિલના દુષિત પાણી સામે ખેડૂતો અને માલધારીઓએ લાલઆંખ કરી પેપરમિલ બંધ કરોના નારા લગાવ્યા હતા. મોરબી GPCB દ્વારા કારિયાવાનો ઓકળામાં ભરાયેલું દુષિત પાણીના સેમ્પલો લીધા હતા. અને ફોટોગ્રાફ્સ લઇ યોગ્ય કાર્યવાહી કરવાની ગ્રામજનોને હૈયાધારણા આપી હતી. જોકે આ બાબતે ગ્રામજનોએ GPCBને પેપરમિલની NOC રદ કરવા તેમજ કચેરીની કાર્યવાહી પર સંતોષ ન હોવાની રજૂઆત કરી હતી. તો સાથે યોગ્ય પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુંદરગઢ પાસે આવેલી પેપરમિલે પર્યાવરણને નુકસાન પહોંચે તે રીતે દુષિત પાણી કારિયાવાના ઓકળામાં છોડી દીધું હોવાનું ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો પેપરમિલના પાછળ એકઠા થઇ અને પાણી ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું તે વિશે માહિતી મેળવી હતી.

પેપરમિલનું જ દુષિત પાણી હોવાની ખાતરી થયા બાદ પેપરમિલ બંધ કરો અને NOC રદ કરોના નારા લગાવ્યા હતા જે બાદ મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઘટના સ્થળે પહોંચી દુષિત પાણીની સેમ્પલો લીધા હતા. અને ફોટોગ્રાફ્સ લઇ પેપરમિલ બંધ કરાવવા માટેની ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. તો સાથે GPCB દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી.

આ હૈયાધારણા બાબતે ગ્રામજનોમાં GPCB પ્રત્યે અવિશ્વાસ હોવાનું સ્પષ્ટપણે જણાઇ આવતું હતું. જે રીતે અનેક રજૂઆતો બાદ પણ GPCB દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડતા લોકોમાં રોષ

સુંદરગઢના કારિયાવાના ઓકળામાં દુષિત પાણી છોડવામાં આવ્યું છે. અને આ દુષિત પાણી વરસાદની સાથે બ્રાહ્મણી ડેમ-2માં ભળશે. અને જેના કારણે સીધો પીવાના ઉપયોગમાં લેવાશે. જેનાથી અનેક બીમારીઓ થવાની સંભાવના છે. તો સાથે પશુ-પક્ષીઓ દુષિત પાણી પીવાથી મોતને ભેટશે. તો સાથે આજુબાજુમાં આવેલા બોર તેમજ કુવાઓમાં આ દુષિત પાણી તળમાં ઉતરશે. જેથી ખેતીપાકો પણ ઝેરી બનશે.