ટંકારા : રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ટંકારા તાલુકાની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા કૃતીની પસંદગી પામેલ છે. જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાઇ ગયેલ.








જેમાં શ્રી બહુચર વિદ્યાલય મીતાણા હાઈસ્કૂલના વિદ્યાર્થી ગાંભા અમિત સિંધાભાઈ અને બાંભવા સની નાગજીભાઈ દ્વારા બનાવેલ કૃતિ “હોમ મેઇડ ઇકોફ્રેન્ડલી પોટ્સ મેકિંગ મશીન”ની રાજ્ય કક્ષા માટે પસંદગી થયેલ છે. કૃતિ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન શાળાના આચાર્ય પ્રવિણચંદ્ર બાબુલાલ વાટકિયાએ આપેલ તથા જરુરી સહયોગ શાળાના સ્ટાફ મિત્રોએ આપેલ.





