ટંકારા આર્યસમાજ ત્રણ હાટડી શેરી દ્વારા શિવરાત્રી મહોત્સવ અને આર્ય સમાજ નો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો આર્યસમાજ ટંકારા માં શિવરાત્રીના દિવસે ૠષિ બોધોત્સવનો કાર્યક્રમ થયો અને આર્ય સમાજ નો 97મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો જેમાં દર્શન યોગ મહાવિદ્યાલય રોઝડ ના સન્યાસી વિદ્વાન પૂજ્ય બ્રહ્મ વિદાનંદજી તથા અનેક આર્ય સન્યાસીઓ , ઉપરાંત ચારે વેદોનું ગુજરાતી અનુવાદ કરનાર દયાલ મુનિની અને મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારાના મંત્રી અજય સહગલજી ની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ.

કાર્યક્રમમાં સર્વ પ્રથમ યજ્ઞ ત્યારબાદ ઋષિ ભક્તિના ગીતો આર્યવીર ઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા દિનેશ પથિકજી દ્વારા પણ ભજનરૂપે સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે સાથે આર્ય વીરાંગના દળ અને આર્ય મહિલા મંડળ દ્વારા પણ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આપ્રસંગે ગત વર્ષમાં ટંકારામાં પોતાના ઘરને આંગણે દૈનિક યજ્ઞ કરતા પરિવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું







આર્યસમાજ ટંકારા દ્વારા સંચાલિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ નીવિશેષ માહિતી મંત્રી દેવ કુમારજી દ્વારા આપવામાં આવેલ. પૂજ્ય સ્વામી બ્રહ્મવિદાનંદજી દ્વારા મહર્ષિ દયાનંદ ના કાર્યો નું મનનીય ઉત્સાહપ્રેરક પ્રવચન રજૂ થયેલ યજ્ઞના યજમાન અનિલભાઈ દુબરીયા , અશ્વિનભાઈ આંબલીયા, વાત્સલ્યભાઈ મનીપરા તથા મનીષભાઈ રંગપરીયા રહ્યા હતા
આ કાર્યક્રમ આયોજન તથા સંચાલન માં કાર્ય સદસ્યો, આર્ય વીરો, આર્ય મહિલા મંડળ દ્વારા સેવા આપવામાં આવેલ તે તમામનો આભાર મંત્રી દ્વારા માનવામાં આવ્યો હતો





