માળીયામિંયાણાના અણીયારી ટોલનાકા પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસેડી રેલમછેલ કરવાનો કીમીયાનો પર્દાફાશ ટ્રકમાં માટી ભરેલ બોરીની આડમાં છુપાવી ઈંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો કચ્છમાં ઠલવાઈ તે પુર્વે જ કચ્છ તરફ લઈ જવાતો ઈંગ્લિશ દારૂનો મસમોટા જથ્થો મોરબી એલસીબી ટીમને અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી સપાટો બોલાવ્યો

માળીયામિંયાણા હાઈવે ઉપર આવેલા અણીયારી ટોલનાકા પાસેથી મધ્યપ્રદેશથી કચ્છ ગાંધીધામ તરફ લઈ જવાતો માટીની બોરીની આડમાં ઈંગ્લિશ દારૂ ભરેલા ટ્રકને મોરબી એલસીબી ટીમે ઝડપીને સપાટો બોલાવ્યો છે માળીયા અમદાવાદ સ્ટેટ હાઈવે ઉપર આવેલા અણીયારી ટોલનાકા પાસેથી ટ્રકમાં માટી ભરેલ બોરીઓની આડમાં છુપાવી મધ્યપ્રદેશ તરફથી આવતો ટ્રક ગાંધીધામ લઈ જવાતો ઈંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો કચ્છ પહોંચે એ પહેલા મોરબી એલસીબી ટીમે અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અમદાવાદથી માળીયા હળવદ સ્ટેટ હાઈવે પર એલસીબી સ્ટાફને ખાનગી બાતમીને આધારે ટીમે માળીયા હળવદ હાઈવે પર વોચ ગોઠવી હતી જેથી હકીકત મુજબનો ટ્રક અણીયારી ટોલનાકા પાસેથી પસાર થતા તેને રોકી તલાસી લેતા ઈગ્લિશ દારૂનો જંગી જથ્થો નજરે પડતા ચાલુ જુન મહીનામાં આ બીજી મોટી સફળતા મળી હતી.

જેમા આરોપી હનુમાનરામ વીરમારામ જાખડ ચૌધરી રહે.કકરાણા મુલાની તા.સેડવા થાણુ બાકાસર જિલ્લો.બાડમેર રાજસ્થાન અને માલ મોકલનાર નાથારામ તગારામ ચૌધરી જાટ રહે.વેરારી હાથલા તા.સેડવા જિલ્લો.બાડમેર રાજસ્થાન વાળાને પકડવાનો બાકી અને માલ મંગાવનાર મો.નંબર ૬૩૫૨૭ ૩૮૭૮૮ પકડવાનો બાકી હોય હાલ મોરબી એલસીબી ટીમે આરોપી સાથે ટ્રકમાંથી મેકડોવેલ્સ ૦૧ કલાસીક બેન્ડ ઓરીજનલ વ્હીસ્કીની બોટલો નંગ.૭૯૨૦ કિંમત રૂ.૨૯,૭૦,૦૦૦ રોયલ સ્ટગ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ.૧૧૬૪ કિંમત રૂ.૪,૬૫,૬૦૦ રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ.૧૧૮૮ કિંમત રૂ.૬,૧૭,૭૬૦ ઓલ સીઝન કોનોઇઝર કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ.૯૩૬ કિંમત રૂ.૫,૬૧,૬૦૦ ટાટા કંપનીની ટ્રક નંબર જીજે-૦૬-એયુ-૫૧૪૮ કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન.૦૧ કિંમત રૂ.૫૦૦૦ રોકડા રૂપીયા.૩૪૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૫૬,૨૩,૩૬૦નો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલક માલ મોકલનાર માલ મંગાવનાર સહીત તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.