ટંકારા પોલીસ દ્વારા ટ્રાફીક અવરનેશ કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લામા ગંભીર પ્રકારના રોડ અકસ્માત ના બનાવો બનતા અટકાવવા સારૂ ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા રોડ અકસ્માતના બનતા બનાવો અટકાવવા તથા ઓવર સ્પીડ અંગે લોકોને જાગૃત કરવા માટે ટંકારા લતીપર ચોકડી પાસે ટ્રાફીક એવેરનેશ સબબ ખાનગી સ્કુલોના ડ્રાઈવરો ને સાથે રાખી કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ જેમા અન્ય ટ્રકચાલકો તથા મધ્યમ પ્રકારના વાહનો ઓવરસ્પીડ તથા રોડ સેફ્ટી બાબતે તથા સલામત રીતે વાહનો ચલાવવા બાબતે સુચનાઓ આપવામા આવેલ જેમાં ખાનગી સ્કુલો ના ડ્રાઈવરો ૭૫ થી ૮૦ જેટલા તથા અન્ય વાહન ચાલકો આ કાર્યક્રમમા જોડાયેલ તથા ૩૦ જેટલા વાહનો ને રેડીયમ સ્ટીકરો લગાડવામા આવેલ

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ ઉપરોકત કામગીરી મા પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર તથા પોલીસ હેડ કોન્સટેબલ પ્રવિણભાઈ મેવા તથા પો.કોન્સ જયવિરસિંહ ઝાલા તથા પો.કોન્સ કરણભા વસાભા ગઢવી એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.