નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ અને મોરબીના ડોકટરોએ સાથે મળીને ડોક્ટર ડે ઉજવ્યો

મોરબીની સૌથી વિશાળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલના સ્ટુડન્ટ્સએ 1 જુલાઇના રોજ ડોક્ટર ડે નિમિતે સ્કૂલ તરફથી આપેલ ટાસ્ક અનુસંધાને અલગ અલગ હોસ્પિટલ અને ક્લિનિક્સ માં જઇને દિવસ દરમિયાન ડોક્ટર કેવું વર્ક કરે છે તેનું નિરીક્ષણ કરી બીજા દિવસે સ્કૂલ પર બાળકોએ ક્લાસમાં ડોક્ટર સાથેના અનુભવો શેર કરવાનું કહેવામા આવેલ હતું સાથે સાથે બાળકો અને ડોક્ટરો એ સાથે મળીને ડોક્ટર ડે ની ઉજવણી કરી હતી જેમાં મોરબી ના ડૉક્ટરો એ ખૂબ સહકાર આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હર હમેશા વિધ્યાર્થીઓને નવું નવું જ્ઞાન તેમજ સમાજમાં બનતી ઘટનાઓ અને વાર તહેવાર દરમિયાન તહેવારનું મહત્વ સમજાઈ તથા સામાજિક અને સાંસ્કૃતિક રીતે બાળકોનો વિકાસ થાય તે માટે આવા અનેક અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હોય છે જેમાં નવયુગના બાળકો તથા તેમના પેરેન્ટ્સ પણ ખૂબ રસભેર ભાગ લેતા હોય છે