માળિયા (મી.) મુકામે પેસેન્જર ટ્રેઈનના સ્ટોપ આપવા તેમજ ડેમુ ટ્રેઈન માળિયા સુધી લંબાવવા રજુઆત

મોરબી જીલ્લા માં માળિયા (મી.) તાલુકો આવેલ છે. જે સૌરાષ્ટ્ર અને કચ્છ ને જોડતું મુખ્ય સેન્ટર છે. અહીં મીઠા ઉદ્યોગ તેમજ માછીમારી ઉદ્યોગ વિક્શેલો છે. જો કચ્છ માંથી આવતી જતી બધી જ ટ્રેઈન ને માળિયા (મી.) ખાતે સ્ટોપ આપવા માં આવે તો અહીના લોકો તેમજ મોરબી ના લોકોને પણ મોટી સુવિધા મળે તેમ છે.

મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકાર માં યોગ્ય રજુઆત કરીને સ્ટોપ આપવા યોગ્ય કરવા તેમજ આ ઉપરાંત કોરોના ને કારણે બંધ થયેલ ડેમુ ટ્રેઈન જે રાજકોટ થી માળિયા (મી) સુધી આવતી હતી તેને ફરીથી ચાલુ કરવા કાન્તિલાલ ડી. બાવરવા (જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) દ્વારા માંગણી કરવામાં આવી છે