મોરબી: મંત્રી મેરજા સાહેબ 100 કરોડના ખર્ચે દરિયાકાંઠાના ગ્રામ્ય રોડ મંજુર કરાવતા હોય તો…!! મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયાથી નવાગામ અને માળિયાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે તે રોડને શા માટે મંજુર કરાવી કામ કરાવતા નથી તેવી લેખિત રજૂઆત ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબી–નવલખી રોડથી ગોરખીજડીયા, માનસર, નારણકા, મેધપર, દેરાળા-નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રોડ વચ્ચેના ગામોને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટે ગામોને જોડતો ખુબજ અગત્યનો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલતમાં છે.
કાંતિલાલ બાવરવાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા છાછ વારે ન્યુઝમાં જુદા જુદા રસ્તાઓ મંજુર કરવાના ભ્રામક સમાચારો વાંચવા મળતા હોય છે. જો મોરબી દરિયા કાઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા, બગસરા, જાજાસર માળિયા રોડને ૧૦૦ કરોડ કરતા વધારેના ખર્ચે મંજુર કરાવતા હોય તો આ રોડમાં તો એટલો ખર્ચ પણ નથી અને ઘણા લોકોને ઉપયોગી આ રોડ છે. તો તેને શા માટે ? મંજુર કરાવી ને કામ કરાવતા નથી તેવું લોકો કહી રહ્યા છે. તો અમારી માંગણી છે કે આ વિસ્તારના લોકોને અંદોલન કરવું પડે તે પહેલા આ રસ્તો રીપેર કરો તેવી માંગ છે.