મોરબી નગરપાલિકાનું બજેટ જિસકી લાઠી ઉસકી ભેંસ !!!

પ્રજાના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રજા ચિંતન અંતર્ગત સભાઓ થતી હોય છે જેમાં બજેટના સ્વરૂપે પ્રજા ચિંતન ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય અને તેનો અમલ મોટાભાગે સહમતિથી થતો હોય છે છતાં મોરબીમાં પાલિકાનું બજેટ બાર પડે છે તેમાં પ્રજા ચિંતન પ્રશ્નો અંતર્ગત મંજૂર કરાઈ છે તે પ્રમાણે પ્રજાની પરેશાની ના ભાગરૂપે સમસ્યાઓ નાબૂદ કેમ થતી નથી? આવા અનેક સવાલો મતદાર પ્રજામાં ચર્ચાના ચગડોળે ચઢતાં હોય છે આગામી દિવસોમાં મોરબી નગરપાલિકામાં બજેટ બહાર પડવાનું નગરસેવકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં મોટાભાગે તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવા એ ગ્રેડ નું સ્થાન પ્રાપ્ત કરેલ મોરબી નગરપાલિકા સમસ્યામાં પણ એ ગ્રેડ રહી હોય તેમ અખબારોના એવા લોકો કરી રહ્યા છે

ત્યારે તાજેતરમાં જ મહેન્દ્રપરા માં અકસ્માતની ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે ત્યારે સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયા ફાળવાતા હોય છતાં તે પ્રમાણે મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાન પણ બજેટ ની જેમ કાગળ પર જ રહેતા હોય છે!!!? ભર ઉનાળે પીવાના પાણીના પ્રશ્નો અંગે ઘણા વિસ્તારોમાં પુકાર ઉઠતી હોય છે તો મુખ્ય માર્ગો થી લઇ ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ચોકઅપ થવાથી રોડ રસ્તા પર ગંદાપાણીના તલાવડા થતા હોય છે જેની ફરિયાદ વેપારી કે મતદાર પ્રજા કરતી હોય છે છતાં સમસ્યા એને એ તો આ વર્ષ ૨૦૨૨ નું બજેટ યોગ્ય પ્રજા ચિંતન પ્રજાના પ્રતિનિધિ દ્વારા પ્રજાહિત કાર્યમાં ફાળવવામાં આવે તો મોરબી નગરપાલિકા ખરા અર્થમાં એ ગ્રેડ પાલિકા કહી શકાય હાલ તો જિસકી લાઠી ઉસકી ભેંસ જેવો ઘાટ મોરબીની નગરપાલિકામાં મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે

અવારનવાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રજાના વિકાસ લક્ષી કાર્યો અંતર્ગત ઠરાવ મંજૂર કરાતાં હોય છે છતાં પરિણામ શૂન્ય રહ્યું હોય તેમ આજની તારીખે સ્વચ્છતાનો અભાવ રોડ રસ્તા પર ઉડતી ધુળની ડમરીઓ વાહનોથી ધમધમતા વિસ્તારોમાં મોટા મોટા ગાબડા સતત જોવા મળતા હોય છે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં મોરબી નગરપાલિકા ખરા અર્થ માં પ્રજા ચિંતન બને એ ખરી વિકાસ લક્ષી સરકારની લાગણી ને માંગણી છે જોઈએ હવે આવનાર બજેટ પ્રજાહિત કે પછી ચૂંટાયેલા નગરસેવકોના ગીત ગાશે એ સમય બતાવશે