સાર્થક વિદ્યામંદિરને સ્વચ્છ વિધાલય પુરસ્કાર 4 કેટેગરીમાં જિલ્લા કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત થયો

જિલ્લા કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22  અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને (1)ઓવર ઓલ, (2) COVID : 19 . ( PREPAREDNESS . & RESPONSE ), (3)  OPERATION AND MAINTENANCE , (4)  Handwashing with Soap એમ કુલ 4 કેટેગરીમાં દરેકમાં 90% સાથે ફાઈવ સ્ટાર એવોર્ડ મળ્યો છે.

આ એવોર્ડ સમારોહ BRC ભવન ખાતે યોજાયો હતો. આ એવોર્ડ કાર્યક્રમ દરમિયાન સાર્થક વિદ્યામંદિર તરફથી સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ પ્રવીણભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે આ એવોર્ડ શાળાના સફાઈ કર્મચારી બહેનોના હાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો.