મોરબી : પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓ માટે Fresher’s Party યોજાઈ 

કોલેજનું નવું સત્ર શરુ થઇ ગયું છે ત્યારે કોલેજના પ્રથમ વર્ષના વિધાર્થીઓને ઉમળકાભેર આવકારવા માટે કોલેજના સીનીયર વિધાર્થીઓએ Fresher’s Party નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર સંચાલન કોલેજના સીનીયર વિધાર્થીઓએ કર્યું હતું.

આ Fresher’s Party માં અવનવી ગેમ્સ તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધાજ વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગેમ્સ નો આનંદ માણ્યો હતો. Fresher’s Party માં તમામ વિધાર્થીઓ સહીત કોલેજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.