ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ સમિતિ (મહિલા)ના જનરલ સેક્રટરી તરીકે મોરબીના ક્રિષ્નાબેન પટેલની નિમણુંક

મોરબી: ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે રાજકીય પક્ષો સંગઠન મજબુત બનાવવા કવાયત હાથ ધરી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (મહિલા) મોરચામાં મોરબીના ક્રિષ્નાબેન પટેલની જનરલ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ક્રિષ્નાબેન પટેલ સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેઓએ માસ્ટર ડિગ્રી પણ મેળવેલ છે. અને એલ.એલ.બી કરીને એડ્વોકેટની ઉપાધિ પણ મેળવેલ છે. સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. આ અગાઉ ક્રિષ્નાબેન પટેલ પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી સુંદર કામગીરી કરી હતી. ત્યારબાદ મોરબી જિલ્લા મહિલા ક્રોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. હવે તેમને ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ સમિતિ (મહિલા)ના જનરલ સેક્રટરી તરીકે નિમણૂંક કરવામાં આવતા ઠેર-ઠેરથી અંભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

ક્રિષ્નાબેન પટેલને ક્રોંગ્રેસના સંસ્કાર વારસામાં મળ્યા તેમ કહેવું હોય તો કહી શકાય, કારણ કે તેમના દાદા પણ ક્રોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને દાદાનું સન્માન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના પિતા પણ ક્રોંગ્રેસ પિતા ક્રોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકતા છે. તેઓ પણ પ્રદેશ મંત્રી તરીકે કામ કરી ચુક્યા છે. તેઓ ઓલ ઈન્ડિયા ક્રોંગ્રેસ સમિતિ તરફથી અન્ય રાજ્યોમાં પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. ત્યારે ક્રિષ્નાબેન પટેલને પણ હાલ મહિલા ક્રોંગ્રેસ પક્ષમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવતા પક્ષમાં સુંદર કામગીરી કરે તેવી ક્રોંગ્રેસ અગ્રણીઓએ અભિલાષા વ્યકત કરી છે.