મોરબી લાતીપ્લોટ વિસ્તારના સ્ટ્રોમ વોટરની કામગીરીમાં મામલે એજન્સીને નોટિસ

મોરબી નગરપાલિકા કચેરીના જા.નં.-૩૬૬૬ તા.-૦૧/૦૨/૨૦૨૨ અન્વયે લાતી પ્લોટ હદ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાના કામનો વર્ક ઓર્ડર આપને આપેલ હોય જે અન્વયે હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા લાતી પ્લોટ હદ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાનું કામ ચાલુ હોય જેમાં પાઈપ નાખ્યા બાદ યોગ્ય ફિલીંગ કરવાનું થતું હોય પરંતુ હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા કાટમાળ નાખીને ફિલીંગ કરવામાં આવેલ જેના પરીણામ સ્વરૂપે ખોદાણની જગ્યામાંથી માટી/ધૂળ વગેરે બહાર નિકાળતા લાતી પ્લોટ શેરી નં.-૭માં કાદવ કિચડ થઇ ગયેલ છે જેના કારણે વેપારીજનોને ખુબજ મુશ્કેલી પડી રહેલ છે અને રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહેલ છે. જેની હર્ષદીપ કન્ટ્રકશનને ટેલીફોનીક જાણ કરેલ છતાં પણ હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી પરીણામ સ્વરૂપે લોકોના ટોળાઓ રજુઆત કરવા કચેરીએ આવેલ અને ન્યુઝમાં પણ નગરપાલિકાની વિરુધ્ધમાં સમાચારો આવતા મોરબી નગરપાલિકાની છબી ખરાબ થઇ છે.

આ ઉપરાંત હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાની કામગીરી કરતી વખતે પાણીની પાઈપ લાઈનો પણ તોડી નાખવામાં આવેલ હોય જેની હર્ષદીપ કન્ટ્રકશનને વારંવાર ટેલીફોનીક જાણ કરવામાં આવેલ જેમાં હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા પાણીની લાઈન રીપેરીંગ કરવામાં આવેલ તેમ કહેવામાં આવેલ પરંતુ ત્યાના સ્થાનીકો તથા વોટર વર્કસના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલ કે હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા આજદિન સુધી આ પાણીની લાઈન રીપેર કરવા માટે કોઈપણ ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ નથી અને હર્ષદીપ કન્ટ્રકશન નગરપાલિકા સમક્ષ ખોટું બોલેલ છો અને નગરપાલિકાને પણ ગેર માર્ગે દોરેલ છે તેમજ પરિણામ સ્વરૂપે પીવાનું પાણી વેડફાઈ રહ્યું હોઈ અને તે વિસ્તારના નાગરિકોને કાદવાકિયડનો સામનો કરવો પડે છે અને આ વિસ્તારની હાલત કફોડી થયેલ છે.

વધુમાં હાલે લાતી પ્લોટ વિસ્તારમાં જે પરીસ્થીતી ઉત્પન થયેલ છે તેની ઘટીત કાર્યવાહી હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા કરવી જોઈએ પરંતુ હર્ષદીપ કન્ટ્રકશન દ્વારા કોઈ કાર્યવાહી કરેલ નથી તથા ડમ્પર, ટ્રેક્ટર અને જેસીબી પણ પુરા પાડવામાં આવેલ ન હતા જેના પરિણામ સ્વરૂપે ઉપરોક્ત કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે.

મોરબી નગરપાલિકામાં હર્ષદીપ કન્ટ્રકશન એ-કલાસ ની એજન્સી તરીકે કામ રાખેલ છે જેથી હર્ષદીપ કન્ટ્રકશનની એજન્સીની છાપ પણ ખરડાઈ છે. જો એજન્સી દ્વારા આ પ્રકારની લાપરવાહી ભરી કામગીરી કરવામાં આવશે તો આવતા સમયમાં લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને ધંધા પર પણ ખુબજ માઠી અસર થઇ શકે તેમ છે.

તેમજ આપને આ વર્ક ઓર્ડર આપ્યાને પાંચ માસ જેટલો સમય થયેલ છે તેમ છતા માત્ર ૧૦% થી ૧૫% કામ થયેલ છે જે પણ વ્યાજબી ન ગણી શકાય, તો આ અનુસંધાને આ નોટીસ આપીને જાણ કરવામાં આવે છે કે આપના દ્વારા નગરપાલિકા સાથે થયેલ કરારની શરત નં.-૫, ૭ અને ૯નો આપે ભંગ કરેલ છે તો આપનો કરાર શા માટે રદ ન કરવો? જેનો ખુલાસો દિવસ-૪માં આપવાનો રહેશે અને આપના તરફથી કરવામાં આવતી કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે આ કામગીરી પાછળ થતો ખર્ચ આપના પાસેથી આપના બીલ માંથી વસુલવામાં આવશે જેની પણ ખાસ નોંધ લેશો