મોરબી ખાતે રૂા.૪૦૦/- કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સીરામીક પાર્ક, ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટેની સુવિધા માટે રૂા.૪૦/-કરોડ તથા મોરબી ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ સંકુલ મંજુર કરાવતાં મોરબીના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજા
મોરબી આજે વિશ્વ કક્ષાએ સીરામીક ઔદ્યોગિકનગર તરીકે દિન-પ્રતિદિન વિકસિત પામતું જોવા મળે છે ત્યારે મોરબી સીરામીક ઔદ્યોગિક એકમોની હરણફાળ ભરી વિકાસ ગતિને વધુ વેગવાન બનાવવા વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં જરૂરી નાણાકીય જોગવાઇ કરવા મોરબી-માળીયા(મિ)ના ધારાસભ્ય અને રાજય પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ કરેલ લાગણીસભર રજુઆતો અન્વયે, નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં મોરબી ખાતે રૂા.૪૦૦/- કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાની અદ્યતન અને આધુનિક સુવિધાયુકત ઇન્ટરનેશનલ સીરામીક પાર્ક સ્થાપવા માટે મંજુર કરવામાં આવેલ છે. બ્રિજેશ મેરજાએ માનનીય નાણાં મંત્રી અને માનનીય મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો અને સાથોસાથ રાજય સરકારની પ્રસંશા સાથે સરાહના કરવામાં આવી અને શુભેચ્છા સાથે અભિનંદન આપવામાં આવેલ છે.








દેશના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાની નેમ બતાવતાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની નેમને સાચા અર્થમાં સાર્થક કરવા આજ રોજ રજૂ થયેલ બજેટમાં જળસંપત્તિ વિભાગ માટે રૂા.૫૩૩૯-કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે તે પૈકી મોરબી-માળીયા(મી) વિસ્તારના સિંચાઇના કામો માટે અંદાજીત રૂો.૪૦/- કરોડની માતબર જેટલી રકમ આવરી લેવામાં આવેલ છે. આમ, માળીયા(મી) તાલુકાના સિંચાઇ સુવિધાથી વંચિત રહેલ ગામોને તબક્કાવાર સિંચાઇ સુવિધાનો લાભ મળી રહે તેવી જોગવાઇ કરવામાં આવી છે, તે માટે બ્રિજેશ મેરજાએ જળસંપત્તિ મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
તત્કાલિન માનનીય મુખ્યમંત્રી અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે છૂપાયેલ શક્તિઓને ઉજાગર કરવા સારૂ શરૂ કરવામાં આવેલ ખેલમહાકુંભ દ્વારા વિદ્યાર્થીઓનો ખેલ ક્ષેત્રે થઇ રહેલ અનેરો વિકાસ જોવા મળે છે, તે આગામી દિવસોમાં વધુ બળવતર બનાવવા અને બરકરાર રાખવા સારૂ નૂતન રાજય સરકાર દ્વારા રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે આજે બજેટમાં રૂા.૫૧૭/-કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજયના જિલ્લા મથકે વધુમાં વધુ સ્પોર્ટસ સંકુલ બનાવવાની નેમ બનાવેલ છે તેના પરિપાકરૂપે મોરબી ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ સંકુલ બનાવવા સંદર્ભે સમાવેશ કરવામાં આવેલ હોવાથી માનનીય રાજયકક્ષાના રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષભાઇ સંઘવી તથા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો મોરબી-માળીયા(મી) વિસ્તારના લોકપ્રતિનિધિ બ્રિજેશ મેરજા સહ્દય આભાર વ્યક્ત કર્યો.





