ટંકારા તાલુકા માં પશુ લમપી સ્ક્રીન બીમારી માં સતત દોડતી 1962 ની સેવા

છેલ્લા ઘણા દિવસ થી ટંકારા તાલુકા માં લમપી સ્ક્રીન ની બીમારી થી ઘણા પશુ ઓ બીમાર પડી રહયા છે ત્યારે ટંકારા શહેર વાસીઓ દ્વારા 1962 માં કરુણા એમ્બ્યુલન્સ ઉપયોગ થઈ રહ્યો છે જેમાં શહેર લગભગ 15 પશુ ઓ ની સારવાર છેલ્લા 5 દિવસ માં કરવામાં આવી છે તેમજ ગામડા માં કાર્યરત MVD( મોબાઈલ પશુ દવાખાનું ) જેમકે સજનપર, નેકનામ તેમજ સાવડી મુખ્ય મથક ખાતે તેમજ તેમાં સમાવેશ થતા ગામડા માં ખડે પગે રહી સેવા પ્રદાન કરી રહી છે.

આ બીમારી માં પશુ શરીર નું તાપવાન વધવું તેમજ મોઢામાં લાળો પડાવી અને શરીર માં ફોડકા થવા જેવા લક્ષણો જોવા મળે છે આવા કોઈ પ્રકાર ના લક્ષણો જો જોવા મળે તો 1962 માં સમાવેશ થતા દરેક ગામડા ઓ દ્વારા 1962 નો સંપર્ક કરવો.