મોરબી : પરીવારથી વિખુટી પડેલ બાળકીને તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવતી પોલીસ

મોરબી  SHE TEAM પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી મહેન્દ્ર ડ્રાઇવ રોડ ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવતા તેને પો.સ્ટે.લાવી પુછપરછ કરતા તેનું નામ સોનમબેન ડો/ઓફ રામભાઇ નિનામા ઉવ-૦૯ વર્ષ રહે.અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં તા.જી.મોરબી મુળ-ગામ ભીલખેડી તા.સરદારપુર જી.ધાર (મધ્યપ્રદેશ) વાળી હોવાનું જણાવેલ અને તેના માતા પિતા મોરબી ખાતે રહેતા હોય તેના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં રહેતા હોય ત્યા જવું હોય જેથી ઘરેથી એકલી નીકળી ગયેલ હોય જેથી તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં જઇ તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોપી આપેલ છે.

સદરહુ કામગીરી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર ના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. પ્રવિણસિંહ બનેસિંહ જાડેજા તથા મિલનકુમાર લાલજીભાઇ તથા મહિલા પો.કોન્સ.પૂનમબેન બેચરભાઇ, મોનાબેન કિરણસિંહ, સોનલબેન મુળજીભાઇ વિગેરેનાઓ કામગીરીમાં જોડાયેલ હતા