મોરબી મચ્છુ-૩ ડેમ ૮૫ ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ

મોરબી મચ્છુ-૩ ડેમ ૮૫ ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ

હાલ મચ્છુ ત્રણ ડેમમાં ૧૨૧૪ ક્યુસેક પાણીના પ્રવાહની આવક છે. જળાશયની ભરપૂર સપાટી ૨૮.૭૦ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૨૬.૩૨ મીટર છે. ડેમમાં પાણીની સતત આવક વધતા હેઠાણવાસમાં આવતા ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.