વાંકાનેરના મહીકા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર તાલુકાના મહીકા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને કુલ રૂ.૩૯,૬૦૦/-ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જિલ્લામાં પ્રોહી. અને જુગાર સામે આકરા પગલાં લેવા અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા સી.પી.આઇ. બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પો.હેડ કોન્સે.ચમનભાઈ ચાવડા તથા પો.કોન્સે.સંજયસિંહ જાડેજાને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મહીકા ગામના ઢાળ પાસે આવેલ સરકાર સર્વિસ સ્ટેશન નજીક દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા રફીકભાઇ વલીમામદભાઈ બાદી, અયાઝભાઈ ઉસ્માનભાઈ માથકીયા, અકીલભાઈ માહમદભાઈ ચૌહાણ, ઈન્જામુલભાઈ હુસેનભાઇ માથકીયા, એસાનભાઈ અલીમામદભાઈ જુણેજાને રોકડા રૂ.૧૫,૬૦૦/- તથા મોબાઈલ ફોન કિ.રૂ.૨૪,૦૦૦/- કુલ મળી રૂ.૩૯,૬૦૦/-ના મુદામાલ સાથે આરોપીને ઝડપી તેમની વિરુધ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી