હળવદ : સત્તાધિશો થી હળવદ વાસીઓ નાખુશ

અનેક વિસ્તારમાં સાફ સફાઈ ન થતી હોવાની તેમજ ડોર ટુ ડોર કચરા કલેકશન માટેનું વાહન ના આવતા હોવાની ફરિયાદ

હળવદ દિવસેને દિવસે જ્યારે વિકસિત બની રહ્યું છે ત્યારે હળવદ નગરપાલિકા તંત્ર ની કામગીરી થી લોકોમાં નારાજગી , અનેક જગ્યાએ સાફ-સફાઈ કરતા કર્મચારી ન આવતા હોવાની ફરિયાદ , અનેક જગ્યા એ ડોર ટુ ડોર કલેક્શન માટે વાહન નથી આવતા ,જાહેર રોડ પર ધૂળ ના ઢગલા , બિસ્માર રોડ રસ્તા ની હાલત ,અનેક વિસ્તાર મા પાણી ન આવતું હોવાની ફરિયાદ , આવી અનેક ફરિયાદો થી હળવદ વાસીઓ હળવદ નગરપાલિકા તંત્ર તેમજ સત્તાધીશો ટીના ખુશ હોય તેવું હળવદમાં વાતાવરણ બની ચૂક્યું છે પરંતુ સત્તાધીશો ને કર્મચારીઓ ગાંઠતા નથી કે સત્તાધીશો સત્તા નશામાં મદહોશ છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે


લોકો એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે હાલના પ્રમુખ ક્યારેય પણ ફોન રિસીવ કરતા નથી તેમ જ લોકો ના પ્રશ્ન અને સાંભળતા નથી હળવદમાં નવા ચીફ ઓફિસર દ્વારા શરૂઆતી તબક્કામાં અનેક પ્રજાલક્ષી કામ કરવા સૂચના આપવામાં આવી હતી પરંતુ એ કામ માત્ર કાગળ પર જ રહેશે કે વાસ્તવિક કામ થશે તે પણ જોવાનું રહ્યુ

વિશાલ જયસ્વાલ હળવદ