મોરબી LCB પોલીસના જુગારધામ પર દરોડો

મોરબી-૨ માં ઈન્દીરાનગર વિસ્તારમાં ભંગારના ડેલામાં જુગારધામ ઉપર મોરબી એલસીબી પોલીસે દરોડો પાડી છ જુગારીને રૂ.૧,૧૧,૫૦૦/-રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી

મોરબી એલસીબી પોલીસ સ્ટાફના હેડ કોન્સે.ચંદુભાઈ કાણોતરા, પો.કોન્સે. તેજશભાઈ વિડજા તેમજ સંજયભાઈ રાઠોડને સંયુક્તમાં મળેલ બાતમીને આધારે મોરબી-૨ માં આવેલ ઈન્દીરાનગર વિસ્તારમાં જૂની સમર્પણ હોસ્પિટલ પાછળ, શેરી નં ૨ માં આવેલ ભંગારના ડેલામાં દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા મનીષભાઈ ભાણજીભાઈ પટેલ, અશોકભાઈ ગાંડુભાઇ પટેલ, રોહિતભાઈ જયંતીભાઈ પટેલ, પરેશભાઈ મહાદેવભાઈ પટેલ, દિનેશભાઇ બાલજીભાઈ પટેલ, હરસુખભાઇ ગાંડુભાઇ પટેલને રૂ.૧,૧૧,૫૦૦/-રોકડ સાથે ઝડપી પાડી આરોપી વિરુધ્ધ મોરબી સીટી બી ડિવિઝન ખાતે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી