લજાઈ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા બે આરોપી ઝડપાયા

મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદયા જુગારની મોસમ પુરજોશમાં હોય તેમ લાગી રહ્યું છે પરંતુ મોરબી એલસીબી પોલીસે પણ નક્કી કરી લીધું હોય કે જુગારની બદી નાબૂદ કરવી હોય, તેમ વધુ એક જુગારના દરોડામાં ટંકારા તાલુકાના લજાઈ ગામે જાહેરમાં જુગાર રમતા બે આરોપીને રૂ.૧,૦૨,૫૦૦/-રોકડ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી

મોરબી એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે બાતમી મળેલ કે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ ઉમિયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્સની બંધ દુકાનના ઓટલા ઉપર જુગાર રમાતો હોય, મળેલ બાતમીની હકીકતના આધારે મોરબી એલસીબી પોલીસે દરોડો પાડતા જુગાર રમતા રમેશભાઈ તળશીભાઈ પટેલ તથા જગદીશભાઈ ભગવાનજીભાઈ પટેલ રહે. બંને મોરબી વાળાને રૂ. ૧,૦૨,૫૦૦/-રોકડ સાથે ઝડપી પાડી આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી