ગુરુપૂર્ણિમાના પાવન પર્વે હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે 1000 વૃક્ષના રોપાનું નિશુલ્ક વિતરણ કરાયું

વિશાલ જયસ્વાલ હળવદ : ગુરુપૂર્ણિમા ના પાવન પર્વને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે અલગ અલગ મંદિરો માં લોકો પોતાના ગુરુના આશીર્વાદ લેવા જતા હોય ત્યારે આજે હરિકૃષ્ણ ધામ રણજીતગઢ ખાતે પણ આ આયોજન કરવામાં આવ્યું હતું , ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ દરમિયાન અલગ અલગ પ્રવચનો તેમજ નાટક સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા

હાલ ચોમાસા ની ઋતુ માં વૃક્ષો ના રોપા નું વિતરણ કરી યોગ્ય જગ્યા એ લોકો એનું વાવેતર કરે તેમજ હરિયાણી વધે અને દર વર્ષ ગરમી નું પ્રમાણ વધતું જાય રહ્યું છે જો યોગ્ય હરિયાણી હશે તો ગરમી નું પ્રમાણ વધુ પ્રમાણ માં નહી વધે એવા હેતુ થી આજ ૧૦૦૦ વૃક્ષો ના રોપા નું હરિભક્તો ને નિશુલ્ક વિતરણ પ્રસાદી સ્વરૂપે કરવામાં આવ્યું તેવું ભક્તિ હરિદાસજી સ્વામી એ જણાવ્યું હતું તેમજ કોઠારી સ્વામી, સત્ય વંદન સ્વામી, હરિ વંદન સ્વામી સહિતના આ કાર્યક્રમમાં જોડાયા હતા

આ નિશુલ્ક રોપા નું આયોજન – ચેતનભાઈ પટેલ (પટેલ ડ્રગ્સ), ધર્મેશભાઈ પરમાર (આર. કે. એગ્રો ),પરેશભાઈ પરમાર (સ્મિત ડેન્ટલ ક્લિનિક ) વાળા એ કર્યું હતું