મોરબી વાસીઓના આરોગ્યના હિતમાં નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા “આપ”ની માંગ

મોરબી નગરપાલિકા સહિત જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્રદૂષણ વિભાગને પણ જાણ કરાય

જો કચરા સ્ટેન્ડો બંધ નહીં કરાય તો સી.આર.પી.સી.૧૩૩ અંતર્ગત કોર્ટમાં લઈ જવાની ચીમકી

જન આરોગ્ય ને હાનિકારક એવા મોરબી નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા અંગ આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. મોરબી નગરપાલિકા દ્વારા સમગ્ર મોરબી શહેરમાં થી શેરીએ ગલીએ સફાય કરી એક જગ્યા પર કચરો એકઠો કરવા માટે આશરે ૬૦ થી ૮૦ જગ્યાઓ પર કચરા સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે જ્યાંથી નગરપાલિકા ટ્રેકટર અને જેસીબી દ્વારા કચરો ઉપાડે છે પરંતુ હાલ વરસાદી વાતાવરણ હોવાના કારણે આ કચરામાં દુર્ગંધ અને બેક્ટેરિયા થઈ શકવાની સંપૂર્ણ સંભાવના હોવાથી તાત્કાલિક ધોરણે મોરબી શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ કચરો સ્ટેન્ડ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા “આપ” દ્વારા વિનંતી કરવામાં આવી છે

પાલિકાને આવેદનમાં જણાવેલ કે આપ જાણો છો તે મુજબ જાહેરમાં ખુલ્લામાં કચરો ફેંકો કે જમા કરવો તે ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૬ અંતર્ગત ગુન્હા પાત્ર છે જે ખુલ્લા કચરા સ્ટેન્ડો બનાવી આપ ભારત સરકારના કાયદાનું ઉલ્લંઘન કરી મોરબી શહેરી જનોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છો જો આપ તાત્કાલિક ધોરણે આ તમામ કચરા સ્ટેન્ડો બંધ નહીં કરો તો સી.આર.પી.સી. કલમ ૧૩૩ અંતર્ગત આપને નામદાર કોર્ટમાં લઈ જવાની અમોને ફરજ પડશે.