મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ એક્સન મોડમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ

હાલ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ એક્સન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. પશુઓમાં જોવા મળતા લમ્પી રોગે મોરબી જિલ્લામાં ક્યાક-ક્યાંક દેખા દીધી છે ત્યારે તેને અટકાવવા તેમજ ઉપચાર માટે પશુપાલન વિભાગ સજાગ છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ ન હાથ ધરાઈ છે. જે હેઠળ અત્યાર સુધી ચાર હજારથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે. ઉપરાંત વધુ પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

પશુ દવાખાના તેમજ ૧૯૬૨ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે તેમજ પશુપાલન વિભાગ દ્વારા પેમ્પલેટ જનસંપર્ક તેમજ લોકોને મળીને આ રોગ વિશે જાણકારી આપવામા આવી રહી છે તેમજ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ રોગમાં પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જેથી આજ રોજ વીરપર ગૌશાળા માં લંપીસ સ્કીન રોગ ની વેક્સિન મુકવામાં આવી હતી આશરે ૧૨૦ જેટલી ગાય વાછડા ને રસી મુકવામાં આવી હતી આ તકે ડો.સાવરિયા તથા ડો.વિકાસ લીખીયા તથા ડો. હીરજી મુંધવા તથા ગૌશાળા ગ્રુપ ના ભાઈઓ ના સાથ સહકાર થી કાર્ય પૂર્ણ કરેલ