મોરબી :  ૩૨ લાખના દારૂ પ્રકરણમાં ૭ શખ્સો સામે ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં દારૂ ભરીને ટ્રક આવવાનો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિઝીલન્સની ટીમ ત્રાટકી હતી અને સ્ટેટ વિઝીલન્સની ટીમે રાજપર રોડના કારખાનમાંથી રૂ. 32 લાખની કિંમતનો 622 પેટી દારૂ ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ટ્રક લઈને આવેલા 2 શખ્સો ઉપરાંત બીજા 5 શખ્સોના નામ ખુલ્યા છે. આ પાંચેયની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રાજસ્થાનના ટ્રક ચાલક ચુના૨ામ મોટા૨ામ ગોડારા અને રોહિતભાઈ રાજેશભાઇ બારૈયાની ધરપકડ કરી હતી. આ બન્નેની પૂછતાછ અને તપાસ બાદ આ પ્રકરણમાં મુળરાજસિંહ અજિતસિહ જાડેજા, ડેનિસકુમાર કાંતિલાલ મારવણીયા, પ્રગ્નેશ નાગજીભાઈ ગોડાસરા, વિરેનભાઈ ભગવાનજીભાઈ ગઢિયા અને રાવતરામ રહે.બાડમેરવાળાનું નામ ખુલ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.