મોરબી : ક્રિષ્ના કલર કેમ. દ્વારા ૨૫ ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર માટે એક વર્ષ સુધી દતક લેવાયા

કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર ના ૨૫ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાન ને વેગ મળી રહે અને મોરબી જીલ્લો નીતી આયોગમાં આકાંક્ષી જીલ્લો હોય જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જીલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જે માટે કોમ્યુનીટી સેવાકાર્ય દ્વારા માનનીય પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્ન ને સાકાર કરવા આગેકુચ કરીએ આ પ્રસંગે જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા ટીબીના દર્દીઓના રેગ્યુલર ફોલોઅપ કરાવી સારવાર લેવા માર્ગદર્શન આપી સરકારની ગાઈડ લાઈન મુજબ એક મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી ક્રિષ્ના કલર કેમ.દ્વારા દર્દીઓને પ્રોત્સાહિત કર્યા હતા.