મોરબી આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી અને ગુજરાત મૉડલ દર્શન કાર્યક્રમ યોજ્યો

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ જાહેર મંચ પરથી આડકતરી રીતે એવું કહેવાનો પ્રયત્ન કરેલ કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મફતનામની “રેવડી” વહેંચવા નિકળિયા છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મોટા પાયે વિરોધ ઉભો થયો અને આમ આદમી પાર્ટી દ્વારા મફત રેવડી કોને કહેવાય તે પ્રજા જનોને બતાવવા રસ્તા પર ઉતરી આવ્યા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામે આવેલ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા સ્થળે એકઠા થઇ હાથમાં બેનરો રાખી જાહેર જનતાને રેવડી કેને કહેવાય તે બતાવવાનો પ્રયત્ન કરેલ જેમાં એક તરફ ગુજરાતના ભાજપના કર્યો અને બીજી તરફ દિલ્હી સરકાર આમ આદમી પાર્ટીના કર્યો બતાવેલ જેમાં ગુજરાતમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુવિધાઓ થી પ્રજા પરેશાન છે અને ખેડૂતો પાયમાલ થતા જાય છે

ત્યારે ભાજપ પોતાના માનીતા ઉદ્યોગકારો ના લાખો કરોડો દેણા માફ કરી રહ્યા છે તેમજ મનફાવે ત્યારે જી.એસ.ટી.માં વધારો ઘટાડો સાથે ડેરી ઉત્પાદન પ્રોડક્ટ પર પણ તાજેતરમાં નાખેલ 5% GST તેમજ પ્રાઇવેટ શાળાઓ ના બે લગામ ફી વધારો, સરકારે જરૂરિયાત વગર હેલિકોપ્ટર અને પ્લેનના ખર્ચા અને દારૂબંધી ના હાલ સાથે ભરષ્ટાચાર યુક્ત શાસન ની જાહેરાતો દર્શાવેલ તેની સામે દિલ્હી સરકારે કરેલ સરકારી હોસ્પિટલ, શાળાઓ, મહોલ્લા ક્લિનિક તેમજ મહિલાઓને ફ્રી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ અને વૃધ્ધો ને ફ્રી યાત્રાઓ કરાવેલ જે જનતાનો અધિકાર રૂપે આપવામાં આવેલ છે તે દર્શાવેલ અને ભાજપની નિતી સામે સુત્રોચાર કરી વિરોધ પ્રગટ કરેલ.