વેકેશન : મોરબી સીરામીક યુનિટો અને ડિસ્પેચ પણ બંધ રહેશે

મોરબી સીરામીક એસોસિયેશનમાં વિવિધ પ્રોડક્ટો ની જનરલ મીટીંગોમાં લેવાયેલ નિર્ણય મુજબ, હાલની વર્તમાન પરિસ્થિતિમાં સ્ટોક ક્લીયરન્સ અને વેપારમાં લિક્વિડિટી બેલેન્સ કરવા માટે મોરબી સિરામિક ઉદ્યોગ (વૉલ ટાઇલ્સ, ફ્લોર પાર્કિંગ ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર્સ ટાઇલ્સ) ના યુનિટો વેકેશન 2022 અંતર્ગત તા.10/08/2022 થી તા.10/09/2022 સુધી પ્રોડક્શન બંધ અને તા.15/08/2022 થી તા.15/09/2022 સુધી ડિસ્પેચ બંધ રાખી વેકેશન પાડશે.

ભારતના અને વિશ્વના ટાઈલ્સ ડીલરોને આ લેટરના માધ્યમથી સહકાર ની અપેક્ષા સાથે જાણકારી આપવામાં આવે છે, કે આ 2022 ના વેકેશન બાદ દર વર્ષે એક વેકેશન કરવાનું આયોજન હોય 2023 ના વેકેશનની તારીખ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.

આ વેકેશન 2022 ને સહકાર આપવા બદલ તમામ ઉદ્યોગકારો અને ભારતભરના તથા વિશ્વના ટાઈલ્સ ડીલરો મટીરીયલ સપ્લાયરો કારીગરો, મશીનરી સપ્લાયરો તથા સીરામીક ઉદ્યોગના તમામ ચેનલ પાર્ટનરોનો મોરબી સિરામિક એસોસિએશનએ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો