ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રદેશ પ્રવક્તાની નિયુક્તિ

પ્રદેશ ઉપપ્રમુખ પપ્પુભાઇ ઠાકોર અને પ્રવક્તાની જવાબદારી ડૉ.ચતુર ચરમારીને સોંપાઇ
ગુજરાત ચૂંવાળીયા કોળી સમાજના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઇ ઝીંઝુવાડિયાનો રાજકોટ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજને વધુ શિક્ષિત અને સંગઠીત બનાવવાની નેમ સાથે આજે ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પપ્પુભાઇ ઠાકોર (છત્રસિંહ)ને તેમજ પ્રદેશ પ્રવક્તા તરીકેની જવાબદારી ડૉ.ચતુર ચરમારીની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં ગુજરાત ચૂંવાળીયા કોળી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તો સાથે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા તેમજ હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ નવી જવાબદારી સોંપાયેલા બન્ને સમાજના આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તો સાથે આ રાજકોટ ખાતે યોજાયેલા ગુજરાત ચૂંવાળિયા કોળી સમાજના પ્રમુખના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ચૂંવાળીયા કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.