મોરબીના યુવા ઉદ્યોગકાર અને સામાજિક આગેવાન આમ આદમી પાર્ટીમાં જોડાયા

પરિવર્તન ની રાજનીતિ લઈને ભારતમાં દિલ્હીથી શરૂ થયેલ આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે વિશાલ થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબના સરકાર મધ્યમ અને ગરીબ વર્ગને મોંઘવારીના કપરા સમયમાં ફ્રી વિજળી, ફ્રી સારું શિક્ષણ, ફ્રી સારી આરોગ્ય સેવાઓ સાથે મહિલાઓને ફ્રી ટ્રાન્સપોર્ટ અને વડીલોને ફ્રી યાત્રા કરવી રહ્યા છે. પ્રજાને મળી રહેલ ભારતના બંધારણ મુજબના અધિકારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીમાં સ્વચ્છ વ્યતિત્વ ધરાવનાર સારા લોકો મોટા પ્રમાણ માં જોડાય રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની અગવાની હેઠળ મોરબીના જાણીતા યુવા નેતા અને યુવા ઉદ્યોગકાર એવા પંકજભાઈ રાણસરિયા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના વરદ હસ્તે વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

પંકજભાઈ રાણસરિયા દ્વારા કોરોના ના કપરા સમયમાં લોકોને ભપેટ ભોજન કરાવેલ અને લોકોના દુઃખોમાં સહભાગી બનેલા તેમજ સામાજિક આગેવાન હોવાથી દરેક સમાજ ના યુવા ચહેરાનો અવાજ બની સમાજ માં પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરેલ છે તેઓ આમ આદમી પાર્ટી ની વિચારધારા ને અનુસરી આવનાર સમય મા પાર્ટી ને વધુ મજબૂત બનાવવા ના પ્રયાસો કરશે.

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટિમ આવતી કાલે તેમનું સવારે ૯ વાગ્યે સરદાર પટેલ પ્રતિમા, નવા બસ સ્ટેન્ડ ખાતે કરેશે અને ત્યાર બાદ જિલ્લા કાર્યાલય ખાતે તેમનું અભિવાદન અને પત્રકારો સાથે વાર્તાલાપ કરશે.