શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ મોરબી માં નશાબંધી કાર્યક્રમ યોજાયો

રાજકોટ નશાબંધી અને આબકારી ખાતું તેમજ શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ મોરબી ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરી ત્યારબાદ પ્રિન્સિપાલ ડો. પી. કે. પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી વિદ્યાર્થીનીઓને વ્યસન મુક્તિનો સંદેશો આપેલ ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્રારા મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામા આવ્યુ

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા નું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં 50 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ અને ખાસ આજની વધતી સમસ્યા “વ્યસન વ્હોરે વિનાશ “તેમજ “નશો નાશ નું મૂળ છે ” જેવા વિષયને ભારપૂર્વક વણી લેવામાં આવ્યા

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નશાબંધી અને આવકારી ખાતું રાજકોટ તરફથી નશાબંધી ઇન્સ્પેક્ટર શ્રી શર્મિલાબેન મોરી તેમજ નશાબંધી પ્રચારક શ્રી શાંતિલાલ ચાનપુરા એ હાજર રહી જરૂરી માર્ગદર્શન આપી સ્પર્ધક વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં શ્રીમતી જે પટેલ મહિલા કોલેજ મોરબીના પ્રિન્સિપાલ તેમજ પ્રો. દક્ષાબેન, પ્રો. મોનિકાબેન, પ્રો. મંજુલાબેન, પ્રો. રમેશભાઈ, પ્રો. ભોરણીયા તેમજ પ્રો. તેજલબેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરેલ કાર્યક્રમને અંતે નશાબંધી પ્રચારક શાંતિલાલભાઈ ચાંદપુરા દ્વારા દરેકને વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામા આવી

આ કાર્યક્રમમાં ને સફળ બનાવવા પ્રિન્સિપાલ એ ખુબ જ જહેમત ઉઠાવી હતી કાયૅકૃમના અંતે આભાર વિધિ પ્રો. મોનિકાબેન મારવાણીયાએ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. વનિતાબેન કગથરા દ્વારા કરવામાં આવ્યું