ભારતી વિદ્યાલય શાળામાં યોજાઈ મોનિટર અને GS ની ચૂંટણી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જ લોકશાહીનું મહત્વ સમજાય અને ભવિષ્યના મતદાતા તરીકે પોતાની શું ફરજ છે ? તે હેતુ થી આજ રોજ મોનિટર અને GS ની ચૂંટણી યોજાઈ.ચૂંટણી માં ધોરણ : ૭,૮ અને ૯ નું કુલ મતદાન 100 % થયેલ અને સમગ્ર શાળામાં કુલ 93.57 % મતદાન થયેલ.

આજના કાર્યક્રમનું તમામ સંચાલન અને આયોજન શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત શાળાના ધોરણ : ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ આ ચૂંટણી પ્રક્રિયા માં મોનિટર અને GS એમ બંનેમાં પોતાનો કિંમતી અને બહુમૂલ્ય વોટ યોગ્ય ઉમેદવારને આપ્યો.આ સમગ્ર ચૂંટણીના મતદાન ભારત દેશની જૂની અને લોકપ્રિય પદ્ધતિ બેલેટ પેપર થી કરવામાં આવેલ. જેમાં GS ની ચૂંટણી માં Priority મુજબ મતદાન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા, મોરબી નગર પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા, કમલેશભાઈ મહેતા,પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓએ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને લોકશાહીમાં એક મતની શું કિંમત છે તેની માહિતી આપી વિદ્યાર્થીઓને આવા કાર્યક્રમ કરતા રહેવા માટે શુભકામના પાઠવેલ અને વિવેકભાઈ મહેતા એ કાર્યક્રમ ને શાનદાર બનાવવા માટે તમામ મહેમાનો, વાલીઓ અને તમામ શિક્ષકગણોનો આભાર વ્યક્ત કરેલ.