મોરબીની યુવતીને રસ્તા પર મળેલ ફોન મુળ માલિકને પરત કર્યો

મોરબીમાં રસ્તામાં પડી ગયેલા બાઈક ચાલકના કીમતી મોબાઈલ ફોન મળી આવ્યા બાદ મોરબીની યુવતીએ પ્રમાણિકતા દાખવી મૂળ માલિકને શોધીને કીમતી ફોન પરત કર્યો હતો.

મોરબીની યુવતી વૃત્તિ ઠક્કર અને તેની બહેન રિદ્ધિ વિઠલાણી એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે બાઇક સવારનો ફોન રસ્તા પર પડી ગયો હતો વૃત્તિ ટક્કરે આ મોબાઈલના મૂળ માલિકનો સંપર્ક કરી તેમને જલારામ મંદિર ખાતે બોલાવીને મોબાઈલ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું