મોરબીની પી.જી.પટેલ કોલેજમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા

મોરબી જીલ્લાની કોમર્સ ક્ષેત્રે અદકેરી નામનાં ધરાવતી અને વિધાર્થીઓના ચરિત્ર ઘડતર ની દિશામાં સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તા:૨૩/૦૭/૨૦૨૨ અને શનિવારે વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત સર્જન શક્તિ ખીલે તેવા ઉમદા આશયથી સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શનથી ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓએ અલગ અલગ થીમ પર મનમોહક અને ખુબ જ સુંદર ચિત્રો દોર્યા હતા. જેમાંથી પ્રથમ ક્રમાંકે ચોરસિયા સપના, દ્વિતિય ક્રમાંકે પિત્રોડા શ્વેતા અને તૃતિય ક્રમાંકે કાવર જાનવી તેમજ કોન્સોલેશન તરીકે નિમાવત નૈમિષ રહ્યા હતા.

તમામ વિજેતાઓને કોલેજ તરફથી ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ સહીત તમામ સ્ટાફગણે વિજેતા થયેલ વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.