ટંકારાના લજાઈ ગામે કામધેનુ એનિમલ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું

જેમ માનવ જાતને કોરોના સમયમાં ખૂબ હાલાકીનો સમય ગુજારવામાં આવ્યો હતો. અત્યારે ગૌમાતા અને ગૌવંશો પર લંપી નામનો જે રોગ આવ્યો છે તે રોગમાં પશુઓના શરીરમાં ફોડલાઓ થાય છે તે ફોડલાઓ ફુંટિયા પછી લોહી વહે છે અને અત્યંત પીળા થાય છે લંબી ના કારણે અનેક પશુઓ મોતને ભેટ્યા છે

ત્યારે લજાઈ ગામના ગૌ પ્રેમી અને ગૌ સેવકો દ્વારા લંપીમાં રોગમાંથી બહાર લાવવા માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પાણી નીરણ મેડિકલ સારવાર જેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે કામધેનુ એનિમલ કેર સેન્ટરમાં ગૌવંશનું ખાસ ધ્યાન રાખી અને તેનો જીવ બચે તે માટે વ્યવસ્થા રાખવામાં આવી છે