હળવદમાં ચતુરાબા બાલાશંકર આચાર્ય આશ્રમનો શુભારંભ કરવામાં આવ્યો

વિશાલ જયસ્વાલ હળવદ : જેમાં હળવદ અને ધ્રાંગધ્રાની આસપાસના વિસ્તારના રખડતા,ભટકતા હોય તેમજ બિનવારસી કે નિરાધાર હોય તેવા અસ્થિર મગજના સ્ત્રી અને પુરુષોને રાખવામાં આવશે, સાચવામાં આવશે અને તેમનો ઈલાજ અને સારવાર પણ કરવામાં આવશે. અનેરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચતુરાબા બાલાશંકર આચાર્ય આશ્રમનું ઉદ્ઘાટન સુનિલનગર હળવદ ખાતે કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.

જેમાં અધ્યક્ષ સ્થાને ડો. ભરતભાઈ વાટવાની, શ્રધ્ધા ફાઉન્ડેશન અને ચીફ ગેસ્ટ રાજેન્દ્રસિંહ રાણા, પ્રેસિડેન્ટ રોટરી સેવા ટ્રસ્ટ હળવદ હાજર રહ્યા હતા. ડો. યોગેશકુમાર પાઠક, પ્રિન્સીપાલ જુનાગઢ પી.ડી. ઉનાલિયા, આચાર્ય બારડોલી, નરેશભાઈ ગોધાણી પ્રમુખ, આશીર્વાદ માનવ મંદિર સુરત, જેરામભાઈ ભગત સંચાલક આશીર્વાદ માનવ મંદિર સુરત, ઉમેશભાઈ સોલંકી પ્રમુખ, કંચનમાં માનવ સેવા સુરત વગેરે અતિથિ વિશેષ તેમજ મુખ્ય મહેમાનોમાં તેમજ વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ આચાર્ય અને સંચાલક બીપીનભાઈ રાવલે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન નવલભાઈ શુકલે કર્યું હતું.