જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલયનો શુભારંભ

આ વર્ષે કોરોના કાળ બાદ જન જીવન સામાન્ય બનતા શોભાયાત્રા અને વિરાંજલી લોક ડાયરા નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

હળવદ માં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે ત્યારે છેલ્લા ૨ વર્ષ થી કોરોના ના લીધે યાત્રા સાદગી પૂર્વક નીકળી હતી ત્યારે આ વર્ષે ઈશ્વર કૃપા થી જન જીવન સામાન્ય બનતા પ્રભુ શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની હળવદ શહેર માં હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે તે અનુસંધાને કાર્યાલય શુભારંભ પ્રસંગ નું આયોજન શ્રી બ્રાહ્મણ ની ભોજનશાળા ખાતે કરવામાં આવ્યું હતું અને શિવાલિક કોમ્પલેક્ષ – નગરપાલિકા પાછળ કાર્યાલય નો શુભારંભ થયેલ છે

ત્યારે આ પ્રસંગે શ્રી લક્ષ્મનારાયણ મંદિર ના મહંત પૂજ્ય શ્રી દિપકદાસજી મહારાજ , અને પૂજ્ય શ્રી પ્રભુચરણ દાસજી મહારાજે હાજર સ્વયંસેવકો ને આશીર્વચન પાઠવેલ આ પ્રસંગે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ ડૉ. મિલનભાઈ માલમપરા, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની , દિલીપભાઈ સોની , ઈશ્વરભાઈ દલવાડી , પરેશભાઈ રાવલ , કેતનભાઈ દવે , ઘનશ્યામભાઈ દવે , રશ્મિનભાઈ દેથરિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે આ વર્ષે અનેક નવીન ફ્લોટ્સ અને શ્રી રાધાકૃષ્ણ સ્પર્ધા , મટકી ફોડ કાર્યક્રમ સહિત ૧૪ ઓગસ્ટ એટલે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે ભવ્યાતિભવ્ય વિરાંજલી લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી , લોક ગાયક અપેક્ષાબેન પંડ્યા , ભજન ના આરાધક પ્રવિણદાન ગઢવી સંચાલન ભરતદાન ગઢવી કરશે આ કાર્યક્રમ ૧૪ ઓગસ્ટ ના રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે તો આ બંને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના સૌ કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી