હળવદ નગરપાલિકા રહીશો ને પાણી આપવામાં નિષ્ફળ

પ્રમુખ સાહેબ ફોન તો ક્યારેક ઉપાડો – મહેન્દ્રસિંહ પઢિયાર

સભ્ય ને ત્યાં પાણી એક કલાકમાં પહોંચે સામાન્ય વ્યક્તિને ત્રણ દિવસે વારો આવે – મહેન્દ્રસિંહ પઢિયાર

વિશાલ જયસ્વાલ :  હળવદ શહેરમાં પાણીનો પ્રશ્ન દિન પ્રતિદિન વિકટ બની રહ્યો છે ઉનાળા દરમિયાન નગરપાલિકા તંત્રની તેમજ સત્તાધીશોની આવડતને કારણે લોકો પાણી વગરના રહ્યા પરંતુ ચોમાસાના શરૂઆતને એક મહિનો થવા આવ્યો હજુ સુધી નગરપાલિકાનું તંત્ર હળવદ વાસીઓને પાણી આપવામાં નિષ્ફળ નિવડ્યું હોય તેવું લોક મૂકે ચર્ચા એ જોર પકડ્યું

જો વાત કરવામાં આવે તો સરા રોડ પર આવેલ રુદ્ર ટાઉનશીપ, હરીનગર ગોલ્ડ, હરીનગર તેમજ રાણેકપર રોડ પર આવેલ હરીદર્શન સહિતની અનેક સોસાયટીમાં પાણીનો પ્રશ્ન સમગ્ર વર્ષ દરમિયાન વિકટ બની રહે છે ત્યારે તંત્ર દ્વારા પોતાના વ્હાલા મતવિસ્તારોમાં સભ્યો રાત્રે બબ્બે વાગ્યા સુધી પાણીના ટેન્કર પહોંચાડે છે અને જ્યારે અન્ય વિસ્તારમાં લોકો પાણીનું ટેન્કર નોંધાવે તો પણ ત્રણ દિવસે વારો આવે એવો જવાબ આપે છે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે આવા આક્ષેપ હળવદ રુદ્ર ટાઉનશિપ ના રહીશ મહેન્દ્રસિંહ પઢિયારે કર્યા હતા વધુમાં મહેન્દ્રસિંહ જણાવ્યું હતું કે નગરપાલિકાના સંપે અનેક ટાંકા પડ્યા હતા પરંતુ લોકો સુધી પહોંચાડવામાં આ અધિકારીઓ તેમજ સતાધીશો ની અણઆવડત ને કારણે લોકો પાણી વગરના રહે છે તો શું આટલી બધી સોસાયટીના રહીશો માત્ર કેનાલ ચાલુ હોય ત્યારે જ પાણી મળશે કે પછી આ સત્તાધીશો કંઈક રસ્તો કાઢશે ખરા ??