મોરબીમાં સારા નેતાઓ છે એટલે જ આટલા સારા કાર્યો થયા છે !!

મોરબીની ઉંઘતી પ્રજા જાગશે ખરા ??

દરેક સ્થળ પર વિકાસના કામનું લેબલ લાગ્યું છે ઠેર ઠેર તૂટેલા રોડ-રસ્તા, ઉભરાતી ગટર, કચરાનો નિકાલ, દિવસે ચાલુ સ્ટ્રીટ લાઈટ રાત્રે બંધ, પીવાના પાણીની અછત અને રોડ વચ્ચે ઢોર આ તમામ બાબત દરેક સ્થળે જોવા મળતો વિકાસ છે

ગુજરાત એટલે મોદીનું ગુજરાત આ મોડેલ ના લીધે જ કેન્દ્રમાં વર્ષો પછી બહુમતી સાથે ભાજપ સરકાર આવી મોદીનું સપનું ગુજરાતને દેશનું ટોચ પર નું રાજ્ય બનાવાનું હતું પણ મોદી દિલ્હી ગયા બાદ જાણે ગુજરાતનું પતન થયું હોય તેવું લાગી રહ્યું છે ભાજપ પાર્ટી એટલે શિસ્ત ને પ્રાધાન્ય આપનારી પાર્ટી પણ મોદીના દિલ્હી ગયા બાદ ગુજરાત મોડેલ એક દમ બદલાય ગયું છે સતાના નશામાં નેતાઓ જાણે ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે વિકાસની વાતો માત્ર ને માત્ર કાળગ પર જ થાય છે

મોરબી પાલિકામાં બાવન કાઉન્સેલર છે એ તમામ ભાજપના છે એટલે પાલિકાનો વિકાસ ધારે તેવો કરી શકે જો તેમને કરવો હોય તો હાલના સમયની વાત કરીએ તો પહેલા પાલિકામાં જે કાઉન્સેલરો છે તેમાંથી ઘણા બધા કાઉન્સેલરો પાલિકામાં જોવા પણ મળતા નથી તેમજ તેના વિસ્તારોમાં પણ જોવા મળતા નથી વિકાસની વાતો કરીને લોકોને ગુમરાહ જ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ભ્રષ્ટાચાર ના લીધે આજે મોરબીના અનેક વિકાસના કામો થવા જોઈએ એ થયા નથી મોરબી પાલિકા વિસ્તારમાં દર વર્ષે વરસાદના સમયે રસ્તાઓ તૂટે જાય છે જે દર વર્ષની સમસ્યા છે તેનો નિકાલ થતો નથી હવે વાત રહી સુવિધાઓની તો પ્રાથમિક સુવિધાઓ આપવી એ નેતાનું પ્રાથમિક કામ છે પ્રાથમિક સુવિધાઓમાં લાઈટ, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, કચરાનો નિકાલ અને રોડ-રસ્તાઓ આટલું પ્રાથમિક સુવિધાઓમાં આવે જે નેતાઓ એ પ્રજાને આપવાની જ હોય છે આનાથી વધારે કઈ કામકરે તો વિકાસનું કામ થયું કહેવાય

મોરબીમાં હાલ મુખ્ય માર્ગો તૂટી ગયા છે જેમાં રવાપર રોડ, સનાળા રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે આ મુખ્ય માર્ગો છે જ્યારે કચરાની વાત કરવામાં આવે ત્યારે મોરબીના મુખ્ય માર્ગો પર જ કચરાવો જોવા મળી રહ્યા છે ઠેર ઠેર ઉભરાતી ગટર, દિવસે ચાલુ જોવા મળતી સ્ટ્રીટ લાઈટ આ તમામ કામો એ મોરબીના સારા નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે જેને હાલ મોરબીના લોકો દ્વારા મૂંગા મોઢે વધાવી લ રહ્યા છે

હાલ મોરબીની પ્રજા ઊંઘમાં છે તે જાગે અને નેતાઓને પોતાની સાચી તાકાત બતાવે તોજ આ નેતાઓ સરખા કામો કરશે બાકી આ નેતાઓ પોતાના ખિસ્સા ગરમ કરીને પ્રજાને ગુમરાહ જ કર્યા કરશે