લ્યો બોલો !! મોરબી પોલીસે જુગારધામતો ઝડપીયુ પણ ખેલાડીઓના મોબાઈલ ક્યાં ??

મોરબી સિટી પોલીસએ રાજપર રોડ પર થી મસ મોટું જુગારધામ ઝડપીયુ હતું જેમાં કાર અને રોકડ રકમ સહિતનો મુદામાલ બતાવામાં આવ્યો હતો પરંતુ આ દરોડામાં એક સવાલ ઉભો થાય છે મોબાઈલના યુગમાં આટલી મોટી રકમો જુગાર રમવા જતી વખતે આ પતા પ્રેમીઓ મોબાઈલ સાથે નહિ લઈ ગયા હોય ? અને જો લઈ ગયા હોય તો આ મોબાઈલ ક્યાં છે ? આ છ વ્યક્તિઓ પાસે શું મોબાઈલ નહિ હોય તે મોટો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે ત્યારે આ દરોડામાં ડી સ્ટાફ કે અન્ય કોઈ અધિકારી કળા કરી ગયું ? તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે જો આ દરોડાની તપાસ ઉંડાણ પૂર્વ કરવામાં આવે તો અન્ય ઘણી બધી વાતો બહાર આવે તેમ છે

પોલીસને ખાનગીરાહે હકિકત મળેલ કે રાજપર રોડ ઉપર આવેલ સીટી એલ્યુમિનીયમ એન્ડ સ્ટીલ ના કારખાનાના માલીક કિશોરભાઇ સનીયારા પોતાના કારખાનામા બહારથી માણસો બોલાવી નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમી રમાડતા કારખાનામાથી મળી આવતા ગંજીપતાના પાના નંગ.પર કી.રૂ.૦૦/૦૦ તથા ગંજીપતાના પેકેટનંગ-૬૦ કિ.રૂ.૦૦/૦૦ ગણી તથા રોકડા રૂ.૮,૭૬,૫૦૦/- તથા બે ક્રેટાકાર કિ.રૂ.૨૦,૦૦૦૦૦/- ગણી કુલ મુદામાલ રૂ.૨૮,૭૬,૫૦૦/- સાથે મળી આવતા આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

આરોપી (૧) કિશોરભાઇ છગનભાઇ પટેલ (૨) નિલેષભાઇ દેવકરણભાઇ પટેલ (૩) નિલેષભાઇ કેશુભાઇ સનીયારા (૪) મહેશભાઇ બાલજીભાઇ સનીયારા (૫) રમેશભાઇ શીવાભાઇ પટેલ (૬) નિલેશભાઈ ચંદુભાઈ ભીમાણી ર