હળવદની સોસાયટી મા ચોમાસામા પણ પાણી નો પ્રશ્ન – આવેદન આપવામાં આવ્યું

રુદ્ર ટાઉનશિપ મા ૨૦ દિવસ થી પાણી ના ધાંધિયા – મહિલાઓ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેરના સરા રોડ પર આવેલ રુદ્ર ટાઉનશીપ માં પાણીનો પ્રશ્ન, છેલ્લા 20 દિવસથી પાણી ન આવતું હોવાની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હળવદ સરા પર આવેલ સોસાયટીમાં નર્મદા કેનાલ ચાલુ હોય તો પાણી કલાકો સુધી આવે પરંતુ નર્મદા કેનાલ બંધ થાય એટલે પાણીના ધાંધિયા ચાલુ ,ત્યારે હળવદ સરા રોડ આવેલ રુદ્ર ટાઉનશીપ માં છેલ્લા 20 દિવસથી પાણી ન આવતું હોવાને કારણે સોસાયટીના રહીશો તેમજ મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે પ્રમુખને રજૂઆત કરવામાં આવી અને જો આગામી દિવસોમાં યોગ્ય નિકાલ નહીં થાય તો રોડ રસ્તા પર ઉતરી માટલા ફોડ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી, ત્યારે પાલિકાના સભ્યો દ્વારા વાલા દવલાની નીતિ કરતા હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો અમુક સોસાયટીમાં સભ્યો દ્વારા રાત્રીના બબ્બે વાગ્યા સુધી પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવે છે અને આ સોસાયટીના લોકો સાથે ઓરમાયું વર્તન કરતા હોય તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો

ત્યારે નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે આવતીકાલે પાણી આપવામાં આવશે તેમજ શક્ય હશે તેટલું જલ્દી આ પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવશે