મોરબીના વોર્ડ નંબર બારના મંજુર થયેલા કામો સત્વરે પૂર્ણ કરવાની તાકીદ કરતા પંચાયત મંત્રી

ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર,પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ત્વરિત નિર્ણય,સત્વરે પ્રજાહિતના કામ કરવાની કુનેહ વધુ એકવાર જોવા મળી,વાત જાણે એમ છે કે મોરબીના વોર્ડ નંબરના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીની રજુઆત અન્વયે વોર્ડ નંબર-૧૨ નસ કામો જેવાકે વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીના રોડનું કામ મંજુર થયેલ હોય,કેનાલ રોડ પર ટ્રાફિક સમસ્યા રહેતી હોય વહેલી તકે કામ ચાલુ કરવું, પટેલનગર મેઈન રોડને સી.સી.રોડ બનાવવાની મંજૂરી મળેલ છે,આ રોડ ઘણો જ બિસ્માર હોય, રાહદારીઓને મુશ્કેલીઓ હોય સત્વરે કામ ચાલુ કરવું.

પટેલનગર ખોડિયારનગર સોસાયટીમાં આશરે ૧૪૦૦ જેટલી વસ્તી ધરાવે છે,આ સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે પાણીની લાઈન ફિટ કરવી વગેરે પ્રજાહિતના કામો સત્વરે કરાવવા માટે બ્રિજેશભાઈ મેરજાએ પ્રાદેશિક કમિશ્નરની નગરપાલિકાઓની કચેરી,રાજકોટ ઝોનને પત્ર દ્વારા કરેલ અને આ કચેરીએ આ બધાજ કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે નગરપાલિકા-મોરબીને તાકીદ કરવામાં આવેલ છે,ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની લોકો પ્રત્યેની આ લાગણી અને વિકાસના કામો કરવાની સૂઝબૂઝ,આવડતને વોર્ડ નંબર ૧૨ ના લોકોએ વધાવી લીધી અને આ તકે તમામ લોકોએ પોતાના આ નેતાનો આભાર પ્રકટ કરેલ છે.