મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા ની સ્પર્શ હોસ્પીટલ ને ૧૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ

સેવા, શુશ્રુસા, સુવિધાઓથી સુસજ્જ સારવાર થકી સફળતા નો સુભગ સમન્વય એટલે સ્પર્શ હોસ્પીટલ Vaccination થી માંડી તમામ સુવિધાઓ ધરાવતી મોરબી ની નામાંકીત હોસ્પીટલ એટલે સ્પર્શ બાળકોની હોસ્પીટલ.

છેલ્લા ૧૦ વર્ષ થી માતૃભુમી ની રક્ષા કરતા સૈનિક પરિવાર તેમજ દરિદ્રનારાયણ ને વિનામુલ્યે સારવાર આપી રાષ્ટ્ર પ્રત્યે નુ ઋણ અદા કરતા ડો. મનિષ સનારીયા. તાલીમબધ્ધ મેડિકલ ઓફીસર તેમજ સ્ટાફ દ્વારા તંદુરસ્ત બાળક-નિરોગી બાળક ની સંકલ્પના ને સાકાર કરતી મોરબી ની સ્પર્શ બાળકોની હોસ્પીટલ.

મોરબી શહેર ની મધ્ય મા શહેર ના શનાળા રોડ પર સ્થિત સ્પર્શ બાળકો ની હોસ્પીટલ એ આજ રોજ ૧૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૧૧ મા વર્ષ મા મંગલ પ્રવેશ કર્યો છે. મોરબી ના રાજપર ગામ ના વતની એવા ડો. મનિષ ભાઈ સનારીયા એ તબિબી ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી M.B.B.S.,D.C.H.,P.G.P.N(From world’s top most boston university of USA),LL.B સહીત ની ડીગ્રીઓ મેળવી આજ થી ૧૦ વર્ષ પહેલા શહેર ના શનાળા રોડ પર સ્થિત સદગુરુ કોમ્પલેક્ષ મા પહેલા માળે સ્પર્શ બાળકો ની હોસ્પીટલ ની સ્થાપના કરી. ડો. મનિષ સનારીયા એ પોતાના વ્યવસાય ને વ્યવસાય તરીકે નહી પરંતુ માનવસેવા ના દ્રષ્ટીકોણ થી સ્વીકાર્યો અને બાળકો ની સારવાર ઉપરાંત વિવિધ પ્રકાર ની માનવ સેવાકીય પ્રવૃતિઓ, જન જાગૃતિ અભિયાન, સ્વચ્છતા અભિયાન, સામાજીક ઉત્કર્ષ અને ઉત્થાન ના વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજ ને એક નવી રાહ ચિંધી છે તેમજ નિરોગી સમાજ ના નિર્માણ મા વિશેષ યોગદાન આપ્યુ છે.

ડો. મનિષ ભાઈ સનારીયા એ સ્પર્શ હોસ્પીટલ ના માધ્યમ થી હજારો બાળકો ની સારવાર કરેલ છે તેમજ ગંભીર બિમારીઓ માંથી બાળકો ને ઉગારી નવજીવન આપેલ છે. મિલનસાર વ્યક્તિત્વ ધરાવનાર ડો. મનિષ ભાઈ સનારીયા પોતાની હોસ્પીટલ ના ૧૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ તેનો શ્રેય તેમના માતા-પિતા, તેમના ધર્મપત્નિ સ્પર્શ ડેન્ટલ ક્લીનીક વાળા ડો.નિધી સનારીયા,તેમના બાળકો, મોટાભાઈ સ્પર્શ ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા, ભાભી ડો.શિતલ સનારીયા સહીતના પરિવારજનો, વડીલો, ગુરુજનો, તબિબ મિત્રો, મિડીયા મિત્રો, બાળકો તથા તેમના વાલી ઉપરાંત જેમના સવિશેષ પ્રયત્નો થી આ શક્ય બન્યુ છે તેવા તેમના ખંતિલા, ઉત્સાહી અને કર્મનિષ્ઠ સ્ટાફ મિત્રો ને આપે છે.

સમગ્ર વિશ્વ મા જ્યારે કોરોના વાઈરસ નો કહેર વરસી રહ્યો હતો ત્યારે મોરબી ના ડો.મનિષ સનારીયા તથા તેમના સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષા ની COVID તાલીમ RACGP પ્રાપ્ત કરવા મા આવી હતી. કોરોના ના સમય મા સ્પર્શ હોસ્પીટલ મા તમામ પ્રકાર ના સાવચેતી ના પગલા લેવાઈ રહ્યા હતા. પોતાના કર્મ ને જ પોતાનો ધર્મ સમજનાર ડો. મનિષ સનારીયા પોતે કોરોનાગ્રસ્ત થયા હોવા છતાં બાળ દર્દીઓની સેવા માં હરહંમેશ તત્પર રહ્યા હતા તેમજ ૨૪ કલાક ફોન પર વિડીયો કોલીંગ દ્વારા બાળકોના વાલીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ તેમજ બાળકો ને સારવાર આપી હતી.

ડો. મનિષ ભાઈ એ બેસ્ટ એકેડેમિશીય એવોર્ડ, બેસ્ટ હોસ્પીટલ એવોર્ડ સહીતના વિવિધ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેમની હોસ્પીટલ મા જન્મ થી ૧૮ વર્ષ સુધી ના બાળકો ની સંપૂર્ણ સારવાર ઉપરાંત હેલ્ધી બેબી, બેબી ગ્રોથ, ન્યુટ્રીશન, N.I.C.U., P.I.C.U., vaccination સહીત ના વિભાગો ઉપલબ્ધ છે. વિશ્વ ની ઉત્કૃષ્ઠ ધોરણ ની દરેક પ્રકાર ની રસી ઉપલબ્ધ છે. અત્યાધુનિક સાધનો થી સુસજ્જ સ્પર્શ હોસ્પીટલ “Healthy, Happy and nutritious child with beautiful smile” ના મિશન થી કાર્યરત છે. ડો. મનિષ સનારીયા પોતાની સફળતા નો શ્રેય તેમના માતા-પિતા,ધમઁ પતની, ભાઈ-ભાભી, તબિબ મિત્રો, મિડીયા ના મિત્રો, શુભચિંતકો અને સવિશેષ બાળકો ના વાલીઓ ને અર્પણ કરે છે કે જેઓએ તેમના પર વિશ્વાસ મુકી સેવા કરવા ની તક આપી.

સ્પર્શ હોસ્પીટલ દ્વારા SPARSH CHILDREN HOSPITAL યુટ્યુબ ચેનલ ઉપરાંત www.sparshcare.com વેબસાઈટ દ્વારા અદ્યતન સેવા પ્રદાન કરવા માં આવી રહી છે.