મોરબી : સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ”ના સંચાલન માટે કો-ઓર્ડિનેટરની નિમણુંક કરાશે

ઇચ્છુક ઉમેદવારોએ ૧૨ ઓગસ્ટ સુધીમાં રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતે અરજી કરવી

         ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર વિનિમય કચેરી, મોરબી  દ્વારા  “સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ” યોજના હેઠળ મોરબી જિલ્લા ખાતે એક માસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે, જેના સમગ્ર સંચાલન માટે કો-ઓર્ડિનેટરની રૂ. ૨૦,૦૦૦/- ના ફિક્સ વેતનથી એક માસ માટે ભરતી કરવા, સંરક્ષણદળ/પોલીસ/ તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન  કામગીરીના અનુભવી અથવા કોઇપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા, પુરુષ ઉમેદવારો    (દિવ્યાંગો સિવાય) પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

આ કામગીરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ રોજગાર કચેરી, મોરબી ખાતેથી અરજી પત્રકો મેળવી, જરૂરી વિગતો ભરીને, શૈક્ષણિક લાયકાત/અનુભવના પ્રમાણપત્રો સાથે  રોજગાર વિનિમય કચેરી, નવુ સેવા સદન, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી ખાતે તા:૧૨/૦૮/૨૦૨૨  સુધીમાં જમા કરાવવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.