હળવદ પોલીસે જુગાર રમતા ૬ ઈસમો ને પકડી પાડ્યા

૭૨૩૦૦ ના મુદ્દામાલ સાથે -૬ ઈસમો પકડાયા

વિશાલ જયસ્વાલ હળવદ : મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ પોલીસ મદદનીશ અધિક્ષક અતુલકુમાર બન્સલ ની સૂચનાથી મોરબી જિલ્લા તેમજ હળવદ વિસ્તારમાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તા નાબૂદ કરવા માટે સુચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ દ્વારા તેઓના સ્ટાફ સાથે પાકી બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરતા મહાવીર પાર્કમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડ્યા હતા. જેના પર જુગાર ધારા કલમ 4 ,5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

પકડાયેલ આરોપી ૧) મહિપાલ જગુભા ધાંધલ રહે હળવદ ૨) કૌશિકભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી રહે હળવદ ૩) પંકજભાઈ જગદીશભાઈ જોશી રહે હળવદ ૪) યાગ્નિક ભાઈ વાસુદેવભાઈ ગોપાણી રહે હળવદ ૫) નવઘણભાઈ કાનજીભાઈ ચાવડા રહે બહાદુરગઢ જી મોરબી ૬) શ્યામભાઈ મેણંદભાઈ રાઠોડ રહે નાગડાવાસ જી મોરબી

રોકડ રકમ ૫૭૩૦૦ તેમજ મોબાઈલ નંગ ત્રણ રકમ ૧૫૦૦૦ કુલ મળી ૭૨૩૦૦ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો

આ કામગીરી મા પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ તેમજ કિશોરભાઈ સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ જાદવ ,તેજપાલસિંહ ઝાલા બીપીનભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ સહિત કામગીરી કરી હતી