વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનો 9 ઓગસ્ટથી પરિવર્તિત સમય સાથે દોડશે

પશ્ચિમ રેલવેએ વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી 6 ડેમુ ટ્રેનોના સંચાલન નો સમય 9મી ઓગસ્ટ, 2022થી પરિવર્તિત કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર પરિવર્તિત સમય સાથે દોડનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

(1) ટ્રેન નંબર 09561 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે 22.10 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 22.00 વાગ્યે ઉપડશે અને મોરબી 22.45 વાગ્યે પહોંચશે., (2) ટ્રેન નંબર 09562 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે 06.00 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 05.50 વાગ્યે ઉપડશે અને વાંકાનેર 06.35 વાગ્યે પહોંચશે.

(3) ટ્રેન નંબર 09441 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી 07.10 વાગ્યે ના બદલે 10 મિનિટ વહેલા એટલે કે 07.00 વાગ્યે ઉપડશે અને 07.45 વાગ્યે મોરબી પહોંચશે., (4) ટ્રેન નં. 09442 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી સવારે 08.10 વાગ્યે ના બદલે 15 મિનિટ વહેલા એટલે કે 07.55 વાગ્યે ઉપડશે અને વાંકાનેર સવારે 08.40 વાગ્યે પહોંચશે.

(5) ટ્રેન નંબર 09439 વાંકાનેર-મોરબી ડેમુ વાંકાનેરથી રાત્રે 19.20 વાગ્યે ના બદલે 20 મિનટ વહેલા એટલે કે 19.00 વાગ્યે ઉપડશે અને મોરબી 19.45 વાગ્યે પહોંચશે., (6) ટ્રેન નંબર 09440 મોરબી-વાંકાનેર ડેમુ મોરબીથી રાત્રે 20.20 વાગ્યે ના બદલે 20 મિનિટ વહેલા એટલે કે 20.00 વાગ્યે ઉપડશે અને વાંકાનેર 20.45 વાગ્યે પહોંચશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.